Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં શાળા સંચાલક મંડળની ધો 9-12 ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારને રજૂઆત.

Share

ગુજરાત જ્યારે હવે અનલોક થઈ રહ્યું છે. નાની-મોટી દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા એમ મોટાભાગના લોકોને છૂટછાટ મળી ગઈ છે. ત્યારે આગામી સમયમાં હવે શાળાઓ પણ શરૂ થાય તેવી શક્યતા સેવાય રહી છે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ દ્વારા સરકારને ધોરણ 9 થી 12ના વર્ગો ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જતીન ભરાડે જણાવ્યું હતું કે, ગત વર્ષે જ્યારે 650 થી 700 કેસ હતા. ત્યારે સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે 300 થી 400 કેસ નોંધાય છે ત્યારે હવે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ. હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયા છે. હાલ દરેક ક્ષેત્રમાં બધું અનલોક થઈ રહ્યું છે તો શિક્ષણ કેમ નહીં. માટે અમારી શિક્ષણમંત્રી અને સરકારને માંગ છે કે શાળા શરુ કરવામાં આવે. છેલ્લા 16 મહિનાથી શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે અને હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ થાક્યા છે.

Advertisement

વધુમાં જતીન ભરાડે જણાવ્યું હતું કે, હાલ જ્યારે કોરોનાના ઓછા કેસ આવી રહ્યા છે તો શાળાઓ પણ ખુલવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. ઓનલાઇન શિક્ષણને લઈને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો હવે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થાય તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે હિતાવહ છે. હાલ 26 જૂન બાદ જે નવું જાહેરનામું બહાર પડશે એમાં અમારી એવી ઈચ્છા છે કે શાળાઓ પણ શરુ કરવામાં આવે.


Share

Related posts

ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર માં વધતા જતા પેટ્રોલ.ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં ભવ્ય રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું………….

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ અને આમખુંટા ગામે પેવર બ્લોક અને ગટર યોજનાનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!