Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

Share

માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખપદે મુકુંદભાઇ પટેલ ની વરણી કરવામાં આવતા તાલુકા ભાજપ ના કાર્યકરો અને આગેવાનોએ વરણી ને આવકારી અભિનંદન આપ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત કારણોસર માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ એ રાજીનામું ધરી દીધું હતું જેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઇ અને અન્ય ભાજપ સંગઠનના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આખરે માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે છેલ્લી બે ટર્મથી સંગઠન લક્ષી કામગીરી કરતા સીમોદરા ગામના ઉત્સાહી ભાજપ કાર્યકર મુકુંદભાઈ હરિભાઇ પટેલ ની તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ પદે પસંદગી કરવામાં આવી હતી.જ્યારે સંગઠનમાં સ્થાનિક ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. આ તકે સુરતજિલ્લા મહામંત્રી દિપક વસાવા,માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ,મુકુંદ પટેલ,ઈશ્વર પરમાર, વિપુલ પરમાર તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : ધાર્મિકતા સાથે નોકરીની નિષ્ઠા, રોઝા રાખી ફરજ પર જ નમાજ અદા કરતા ભરૂચનાં મુસ્લિમ પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

ઇકો કારમાંથી ચોરી કરેલા પાંચ સાયલેન્સર સાથે એક ઇસમને ઝડપી પાડતી નડીયાદ પોલીસ.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!