Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લામાં સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હાથ ધર્યું.

Share

સુરત જિલ્લાના માર્ગો ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે પડેલા ખાડાઓનું સમારકામ સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ‘માર્ગ સુધારણા’ અભિયાન હેઠળ હાથ ધર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે તા.૧ લી ઓક્ટોબરથી રાજયભરમા શરૂ કરેલા નુકસાનગ્રસ્ત માર્ગોની સુધારણા અંતર્ગત સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના સિયાલજ પાનસરા મોટા બોરસરા રોડ પર પડેલા ખાડાનું સમારકામ હાથ ધર્યું છે. ઉપરાંત, કામરેજ પોલીસ ચોકીથી કેનાલ રોડ, વાવ ગામથી કામરેજ, ઉંભેળ પરબ રોડ પર પડેલા ખાડાનું રિપેરિંગ હાથ ધર્યું છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટીમ પણ તૈનાત કરવામા આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નવસારીમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તથા પ્રજાને વધુ સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પ્રભારી સચિવને રજૂઆત કરી.

ProudOfGujarat

રાજપીપળામાં ડૉ. આંબેડકર ભવન હોલ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવઃ અભિયાન લોન્ચ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!