Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ઝંખવાવ ગામે સહકારથી સમૃદ્ધિ ઉજવણી કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુરત, આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “અમુલ” દૂધ સહકારી પ્રવૃત્તિની સફળગાથા, સહકારથી સમૃદ્ધિ ઉજવણી કાર્યક્રમ યોજાયો.

સહકારથી સમૃદ્ધિ ઉજવણીનો કાર્યક્મ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ઉજવણી કાર્યક્રમમાં સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક, રિતેશ વસાવા, સુરત જીલ્લા ભાજપ મહામંત્રી દિપક વસાવા, સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી, રાકેશ સોલંકી, માંગરોળ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરત પટેલ, મુકુંદ પટેલ તેમજ માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં ગુહ્યા મહોલ્લામાં લોકટોળાંએ પોલીસ પર હુમલો કરતાં ટીયરગેસનાં સેલ છોડાયાં.

ProudOfGujarat

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહીએ થમ્મા ફિલ્મના તેના આગામી બોલિવૂડ હિટ ગીત “દિલબર કી આંખોં કા” નું શીર્ષક જાહેર કર્યું.

ProudOfGujarat

ઉમરપાડા A.P.M.C. કેવડી માર્કેટ યાર્ડમાં એગ્રો પ્રોસેસિંગ યુનિટનું તા.૬ એ ભૂમિપૂજન સમારોહ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!