Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા A.P.M.C. કેવડી માર્કેટ યાર્ડમાં એગ્રો પ્રોસેસિંગ યુનિટનું તા.૬ એ ભૂમિપૂજન સમારોહ યોજાશે.

Share

ઉમરપાડા A.P.M.C. ના કેવડી માર્કેટ યાર્ડ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશન યોજના અંતર્ગત સુરત જિલ્લાનો સૌ પ્રથમ એગ્રો પ્રોસેસિંગ યુનિટનું ભૂમિ પૂજન રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે તા.06/09/2021 ને સોમવાર ના રોજ સવારે 9.30 કલાકે થશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડ, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત ના પ્રમુખ શારદાબેન ચૌધરી, સુમુલ ડેરી સુરતનાં ડીરેક્ટર રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય દરિયાબેન વસાવા તથા અન્ય તાલુકાના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લામાં સૌ પ્રથમવાર આ પ્રોજેકટનું ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે ઉમરપાડા A.P.M.C. ચેરમેન સામસિગ વસાવા, વાઇસ ચેરમેન બાબુલાલ વૈષ્ણવ અને ઇન્ચાર્જ સેક્રેટરી અજીતસિંહ અટોદરિયા દ્વારા ખેડૂતોને કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી.

ProudOfGujarat

બિહાર : નકલી COVID-19 રસીકરણ : નર્સ માણસને ખાલી સિરીંજથી રસી મુકતા કેમેરામાં થઇ કેદ : રસી મુકાવનાર વાતથી અજાણ..!

ProudOfGujarat

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!