Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : દારૂના ગુનામાં સંડોવાયેલ ઝંખવાવ ગામનાં આરોપીને એસ.ઓ.જી એ ઝડપી લીધો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતો અને દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી મોહફિન ઉર્ફે કાણો સિદ્દીક મુલતાનીને એસ.ઓ.જી ની ટીમે ઝંખવાવ ગામના બજારમાંથી ઝડપી પાડયો હતો.

આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા કેટલાક સમયથી આરોપી નાસતો ફરતો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ એસ.ઓ.જી ના પી.આઈ જે.કે. ધડુક દ્વારા આરોપીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ્ટેબલ આસિફખાન ઝહિરખાન, રણછોડભાઈ કાબાભાઇને બાતમી મળી હતી કે આરોપી ઝંખવાવ ગામના બજારમાં આરોપીચાની લારી પાસે ઉભો છે જેને આધારે પોલીસ કર્મચારીઓએ ઉપરોકત સ્થળે રેડ કરતા આરોપી મોહફિન ઉર્ફે કાણો સિદ્દીક મુલતાની ઝડપાઈ ગયો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કરજણ:ધી વલણ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ધોરણ ૧૦મા કરજણ તાલુકામાં પ્રથમ ક્રમાંકે…

ProudOfGujarat

સુરેન્દ્રનગરનાં વઢવાણમાં પાણીની તંગીને કારણે મહિલાઓએ હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!