Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

Share

સુરતમાં હિન્દુ નેતાને પાકિસ્તાની મોબાઈલ નંબર પરથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

હિન્દુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને કોઈ અજાણ્યા પાકિસ્તાનનાં નંબર પરથી ઉડાડી દેવાની ધમકી મળી છે. હિન્દુ સંગઠનના નેતા તાજેતરમાં યોજાયેલ કમલેશ તિવારીની પાર્ટીમાં સામેલ થયા હતા. કમલેશ તિવારીની લખનૌમાં હત્યા થઈ હતી આ હત્યાનું કનેકશન સુરતમાં બહાર આવ્યું છે.

Advertisement

સુરતના હિન્દુ સંગઠનના નેતાને આ પ્રકારની બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા તેમના દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી રક્ષણ માંગવામાં આવ્યું છે. ગોડાદરા પોલીસે રજૂઆતને ધ્યાને લઈ આખરે આ નંબર પરથી કયા કારણોસર હિન્દુ સેનાના નેતાને ધમકી મળે છે ? શું કારણ છે ? આ ધમકીઓ સહિતની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


Share

Related posts

ગોધરા : વાવાઝોડામાં નુકશાન પામેલા પાકનો સર્વે કરી વળતર આપવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસનુ આવેદનપત્ર.

ProudOfGujarat

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

પાવીજેતપુરનાં ચૂલી ગામની પ્રા. શાળાના ગુમ થયેલા દિવ્યાંગ શિક્ષકની ત્રણ દિવસ બાદ લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!