Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ડુંગરી ગામની કિશોરીને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજયું.

Share

માંગરોળ તાલુકાના ડુંગરી ગામની ૧૬ વર્ષીય કિશોરીને પાણી ગરમ કરવાનું હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજ્યું છે. ડુંગરી ગામના મોગલાણી ફળિયામાં રહેતી વૈભવીબેન વિજયભાઈ ગામીત સવારે પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરી રહી હતી ત્યારે પાણી ગરમ થયું છે કે કેમ તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખતા હીટરમાં ફોલ્ટ હોવાથી કિશોરીને કરંટ લાગ્યો હતો અને પટકાઈ જતા ઘરના સભ્યો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તડકેશ્વર ખાતેની હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ માંગરોળના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરીના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી જતા રેસક્યુ કરી બહાર કઢાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!