Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ અને ઉમરપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભારે મતદાન કરતા બંને તાલુકામાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું છે. બેલેટ પેપર અને કોરોના ગાઈડલાઈનના નિયમોને લીધે મોડી સાંજ સુધી મહત્તમ મતદાન કેન્દ્રો ઉપર મતદાન પ્રક્રિયા યથાવત રહી હતી.

લોકશાહીનું મહાપર્વ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેરઠેર મતદાન મથકો ઉપર લાંબી લાઈનો મતદારોએ લગાવી ઉત્સાહપૂર્વક ભારે મતદાન કર્યું છે. મહત્તમ ગામોમાં ત્રિપાંખિયો જંગ સરપંચના ઉમેદવાર વચ્ચે જામ્યો હતો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તેમના સમર્થકો દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. તાલુકાની મોટી ગ્રામ પંચાયતો ગણાતી ઝંખવાવ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે જુના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. મતદાન માટે સવારથી લાંબી લાઈનો લાગી હતી ઝંખવાવ ગામના બંને બુથો ઉપર મળી કુલ ૩૨૧૫ મતદારોએ મતદાન કરતા ૮૦ ટકા મતદાન નોંધાયું હતું. આંબાવાડી ગામે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ૧૭૩૯ મતદારોએ મતદાન કરતા ૮૦ ટકા મતદાન નોંધાયું હતું. નાનીનરોલી ગામે ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી હતી. ૩૭૫૦ લોકોએ કુલ મતદાન કરતા ૬૮ ટકા મતદાન નોંધાયું હતું જેમાં વોર્ડ નંબર ૯ માં ભારે રસાકસી જોવા મળી હતી લવેટ ગ્રામ પંચાયતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. ફુલ ૧૮૩૯ લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા ૯૦ ટકા મતદાન નોંધાયું હતું વેરાકુઈ ગ્રામ પંચાયતમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે ૧૫૮૯ મતદારોએ મતદાન કરતા ૮૫% ટકા મતદાન થયું હતું. બોરસદ દેઘડિયા ગામે ૧૮૯૦ મતદારોએ મતદાન કરતા ૮૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઇસનપુર ગામે બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો હતો જેમાં ૧૫૯૧ મતદારોએ મતદાન કરતા ૮૮% મતદાન નોંધાયું છે. વડ ગ્રામ પંચાયતમાં બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો હતો કુલ ૧૯૪૮ નું મતદાન થતાં ૭૮ ટકા મતદાન નોંધાયું હતું જેટલા ઉમરપાડા તાલુકાના વાડી ગામે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો જેમાં ૩૫૦૦ મતદારોએ મતદાન કરતા ૮૩ ટકા મતદાન નોંધાયું હતું. કેવડી ગામે ૧૦૩૩ મતદારોએ મતદાન કરતા ૯૪ ટકા મતદાન નોંધાયું હતું ઉમરપાડા તાલુકાની કુલ ૩૧ જેટલી ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી અને સરેરાશ ૮૦ થી ૮૫ ટકા જેટલું મતદાન નોંધાયું છે શાંતિપૂર્ણ વાતાવરણમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં મતદાન નોંધાયું છે જેમાં એકમાત્ર માંગરોળની વસરાવી ગામ પંચાયતમાં વોર્ડ રચનાને લઇ વિવાદ ઊભો થયો હતો ચૂંટણી અધિકારી દ્વારા વોર્ડ નંબર એકમાંથી સુધારો કરી અન્ય વોર્ડમાં મતદારો વધારવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીની ભૂલથી અન્યાય થતા સ્થાનિક નાગરિક પ્રકાશભાઈ પરશોત્તમભાઈ પટેલે માંગરોળના મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે રૂપાણી સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત જિલ્લા પાણી સંગ્રહ વ્યવસ્થાપના મુદ્દે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાઈ, ગ્રામ પંચાયતના સરપંચ વિરુધ્ધ છ મત પડયા, તરફેણમાં ત્રણ મત મળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!