Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પેરિસ હોટલનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે આવેલ પેરિસ હોટલના સટરનું તાળું તોડી ત્રણ ઈસમો ઠંડા પીણા સહીત નાના-મોટા સામાનની સામાન્ય ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

મોસાલી ચાર રસ્તા ખાતે મોસાલી ગ્રામ પંચાયતના સદસ્ય ઐયુબ ઈબ્રાહીમ ભૂલા, પેરિસ હોટલ ચલાવે છે ગત રાત્રિ દરમિયાન 4:00 કલાકે અજાણ્યા ત્રણ ઈસમો તેઓની હોટલ પર આવ્યા હતા અને હોટલના શટરનું તાળું તોડી આ ઈસમોએ હોટલમાં પ્રવેશ કર્યો હતો બધો સામાન તેઓએ વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ રોકડ રકમ અથવા અન્ય કોઈ કીમતી ચીજવસ્તુ તેઓના હાથમાં આવી ન હતી માત્ર ઠંડા પીણા અને નાની-મોટી સામાન્ય ચોરી તસ્કરો એ કરી હતી હોટલના માલિકે સવારે ચોરી થયા અંગેની જાણ માંગરોળ પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હોટલમાં લગાવેલ CCTV કેમેરા ચેક કર્યા હતા જેમાં ત્રણ જેટલા ઈસમો હોટેલના સેન્ટરનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. આ ઈસમો નેપાળી હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે ગુના અંગેની પ્રાથમિક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

ઝધડીયાના રાણીપુરા ગામમાં બે કપીરાજનાં આતંકથી ગામમાં ભય ઊભો થયો છે.

ProudOfGujarat

જળદાર સરદાર સરોવરઃ ડેમની સપાટી 122 મીટર સુધી, એટલે રાજ્યમાં જળસંકટનો અંત…

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!