Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી વાંકલ માર્ગ પર ગડકાછ ગામ નજીક આવેલ પ્રખ્યાત ખોડિયાર માં ના મંદિરના ભક્ત ગુમાન વિશ્રામભાઈ વસાવાના સાનિધ્યમાં મહાસુદ આઠમ નિમિત્તે ખોડીયાર માતાજીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આઠમ નિમિત્તે માતાજીના મંદિરમાં ધજા ચડાવવાનો સુંદર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આજે સવારથી જ મંદિરમાં દૂરદૂરથી પોતાની માનતા માનવા ભકતોની ભીડ ઉમટી પડી હતી. ભક્તો દ્વારા મંદિરના પટાંગણમાં દિવસ દરમ્યાન મહા પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:ખુલ્લી કાંસોમાં કોઈ બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડાતા ચકચાર…

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

કચ્છમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડનાર શખ્સની ગુજરાત ATS એ કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!