Proud of Gujarat
FeaturedGujaratINDIA

કંસાલી ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી માંગરોળ પોલીસ.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામના એક શેરડીના ખેતરમાંથી પોલીસે રૂ.૭૭,૬૦૦ નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા માંડવી તાલુકાના તુકેદ કદવાલી ગામના બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

માંગરોળ પોલીસ મથકના પો.સ.ઇ.પરેશકુમાર નાયી, પો.કો. હેમંતભાઈ બાવાભાઈ, મિતેશભાઇ છાકાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે માંડવી તાલુકાના તુકેદ કદવાલી ગામના આરોપીઓ સાગર દિનેશ ગામીત, અને સુનિલ બાબુ ગામિત નામના ઈસમોએ કંસાલી ગામે શેરડીના ખેતરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો છે અને આ ઈસમો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે. ઉપરોક્ત બાતમીને આધારે તાત્કાલિક રેડ કરી હતી ત્યારે સ્થળ પર થી ઈંગ્લીશ દારૂ ના બોક્સ મળી આવ્યા હતા તપાસ કરતા કુલ ૭૭,૬૦૦ નો ઇંગ્લિશ દારૂ પોલીસે કબજે લીધો હતો તેમજ આ ગુનામાં સંડોવાયેલા ઉપરોક્ત બંને આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

વિનોદ મૈસુરીયા : માંગરોળ


Share

Related posts

ગોડાઉનમા આરોપીને શોધવા ગયેલી હાલોલ પોલીસને ગોડાઉનમાથી મળ્યો શંકાસ્પદ પ્લાસ્ટિકનો જથ્થો. જાણો વધુ

ProudOfGujarat

“રોહિત શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સને અલગ અને અનોખું સંગીત આપીને ફિલ્મને ઘણો ન્યાય કર્યો છે”.

ProudOfGujarat

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા, અનિયમિત પગારના ત્રાસથી કંટાળી કામદારો આંદોલનના માર્ગે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!