Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોસંબા એપીએમસીના ચેરમેન દ્વારા માંગરોળ આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

Share

સુપોષણ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા બીજેપી ના માજી પ્રમુખ તેમજ હાલમા કોસંબા એપીએમસીના ચેરમેન દિલીપસિંહ વી રાઠોડ દ્વારા તેઓના જન્મદિવસ નિમિત્તે પોતાના માદરે વતન માંગરોળ મુકામે પાંચ આંગણવાડીના એકત્રીસ જેટલા કુપોષિત બાળકોને પોષિત કરવાના સંકલ્પ સાથે પ્રીતિ ભોજનનો કાર્યક્રમ આદિવાસી કુમાર છાત્રાલય, માંગરોલ નવીનગરી મુકામે રાખવામાં આવેલ હતો જ્યાં દિલીપસિંહ રાઠોડ દ્વારા 31 બાળકોને પોષીત કરવાના સંકલ્પ સાથે દત્તક લેવામાં આવેલ હતાં.

આ પ્રસંગે એક નાનકડો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો જેમાં સુરત જિલ્લા બીજેપી મહામંત્રી દિપકભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, અનિલભાઇ શાહ, ડૉ.યુવરાજસિંહ સોનારિયા અન્ય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ગ્રામજનો, માંગરોળ ટીડીઓ ચંદ્રસિંહ પઢીયાર તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનોએ દિલીપસિંહ રાઠોડના જન્મદિવસ નિમિત્તે બાળકોને પોષિત કરવા માટે દત્તક લેવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુર પોસ્ટ ઓફિસ પર સર્વર ડાઉન થતા લોકોને પડી હાલાકી..!!

ProudOfGujarat

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જુના બોરભાઠા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મારામારીમાં એક યુવક પર સ્ટમ્પ અને બેટ વડે હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!