Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

Share

વડોદરામાં નંદેસરી જીઆઇડીસી માં આવેલ દિપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતા આ વિસ્તારના રહેવાસીઓએ સ્થળાંતર કરી અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો સંપર્ક કરતા ટેકરીની આસપાસ રહેતા લોકોને મંદિર દ્વારા ગરમાગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગઈકાલે સાંજે વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં આગના બનાવને કારણે અનેક લોકોએ ફેક્ટરીની આસપાસથી હંગામી ધોરણે નંદેસરીથી રણોલી ખાતે સ્થળાંતર કર્યું હતું જે બાબતે પ્રશાસન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો સંપર્ક કરતા અટલાદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તાત્કાલિક યુદ્ધના ધોરણે એક હજારથી વધુ વ્યક્તિઓ માટે ગરમ વઘારેલી ખીચડી સ્થળાંતર પામેલા લોકો માટે મોકલી આપેલ હોય મંદિરના કોઠારી સ્વામીએ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીના કામદારોની વિવિધ માંગણીઓને લઇને હડતાળ.

ProudOfGujarat

જંબુસર નગરમાં રખડતી ગાયોને લઈ પ્રજા ત્રાહિમામ, પાલિકાતંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવશે ખરી ?

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે ફૈઝ યંગ સર્કલ કરજણ વક્ફ કમીટી દ્વારા જલારામ નગર પ્રાથમિક શાળા તેમજ હુસેન ટેકરી મદ્રેસાએ હુસેનીયા ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!