Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાંકલ મુખ્યમાર્ગ પરથી પોલીસે શંકાસ્પદ બાયોડિઝલ ભરેલી બે બોલેરો પીકઅપ ઝડપી નવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના મુખ્ય માર્ગ પર કોલેજ નજીકથી પોલીસે શંકાસ્પદ બાયો ડિઝલ ભરેલી બે બોલેરો પીક અપ ઝડપી પાડી ₹.9,28,560 મુદ્દામાલ કબજે લીધો હતો.

માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી સુરત તરફથી સફેદ કલરની બે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ બાયોડીઝલ ઝંખવાવ થઈ ઇસમો લઈ જનાર છે. આ બાતમીને આધારે પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઇ છાકાભાઇ, અમૃતભાઈ નાનુભાઈ, સુહાગભાઈ ચૌધરી, સહિતના પોલીસ કર્મચારીઓની ટીમે વાંકલ ઝંખવાવ માર્ગ પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી અનુસાર સફેદ કલરની બે બોલેરો પીકઅપ ગાડી આવતા ઉપરોક્ત નંબરની G.J.03 A Z 3694 અને G.J.0 5 B T 1196 ને વાંકલ કોલેજ નજીક પોલીસે અટકાવી હતી જેમાં તપાસ કરતા 1998 લીટર બાયો ડીઝલ જેની કિંમત રૂપિયા 1,47,852 તેમજ બીજી ગાડીમાંથી 4440 લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું જેની કિંમત રૂપિયા 3,28,560 તેમજ બંને વાહનોની કિંમત મળી કુલ ₹ 9,28,560 નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે પકડાયેલા બે ઈસમોનું નામ પુછતાં લાલજીભાઈ હીરાભાઈ રાણા રહે. છાપરાભાઠા સુરત અને રાહુલ ગભરૂભાઈ રાણા રહે છાપરા ભાઠા સુરતના હોવાનું જણાવ્યું હતું. આ ઈસમોની વધુ પૂછપરછમા ઉપરોક્ત શંકાસ્પદ ડીઝલનો જથ્થો સહારા ટ્રેડર્સ હોલી ચોક મેઇન રોડ ધડગાવ નંદરબાર મહારાષ્ટ્ર લઈ જતા હોવાનું કયું હતું બંને ઈસમો પાસે કોઈપણ જાતના આધાર પુરાવા નહીં મળતા પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

નર્મદા જિલ્લામાં આજે કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત.

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરીના ભાવમાં 15 ટકાનો વધારો, પતંગના ભાવમાં બંડલે રૂ. 500નો ઘટાડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!