Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વડતાલમાં ૬૩ મી રવિસભામાં પક્ષીઓ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાનું વિતરણ.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલધામમાં રવિવારે યોજાયેલ ૬૩ મી રવિસભામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. દરમાસના પ્રથમ રવિવારે યોજાતી રવિસભામાં યોજાતી વયચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિસભા અંતર્ગત વિવિધ સેવા પ્રવૃતિઓ થઈ રહી છે. તેમ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું. તેઓએ વચનામૃત ગઢડા પ્રકરણ – ૭રમા વચનામૃતની વિસ્તુત છણાવટ કરતા જણાવ્યું હતું કે ભગવાનના ભક્તોનો ક્યારેય દ્વેષ કરવો નહી કે તેઓની અવગણના કરવી નહી, ભગવાન સર્વવ્યાપી છે પણ નિરાકાર નથી. ભગવાન આકાર સ્વરૂપે છે. ભગવાનને નિરાકાર કહેવાએ મોટું પાપ છે. ભક્તનો દ્વેષ કે દ્રોહ કરનાર કે ભગવાનને નિરાકાર કહેનાર પર ભગવાન કદી રાજી થતા નથી.

આજની સભામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના સ્પેરોમેનનું બિરૂદ પામેલ જગતભાઈ કિનખાબવાળાએ જણાવ્યું હતું કે, પોતાને બુધ્ધિશાળી માનતા માણસને કારણે પર્યાવરણનું સમતુલન ખોરવાઈ ગયું છે. વૃક્ષ નિકંદનના કારણે ચકલી જેવા પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે. માણસ પૃથ્વીનો માલિક હોય તેવો વર્તાવ કરી રહ્યો છે. તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવેલ છે. એક સમય એવો આવશે કે ચકલી બચાવવાનું તો બાજુએ રહેશે પણ માણસ બચાવવો પડશે ! કારણ કે, પશુપક્ષી કે વૃક્ષોનું મહત્ત્વ આપણે સમજી શક્યા નથી.
અને એક સમય એવો આવશે કે પૃથ્વી બચાવો ને માનવજાત બચાવો એવા અભિયાન શરૂ કરવા પડશે. વૃક્ષોના નિકંદનને કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે. તમામ સમસ્યાનું સોલ્યુશન વૃક્ષનું જતન છે. આ સભામાં ર્ડા.સંત સ્વામી, તથા પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામીના હસ્તે હરિભક્તોને પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

અંક્લેશ્વર : વટારિયા ખાતે મણી નાગેશ્વર મહાદેવ તેમજ વૈજનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!