Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યો અને સરકારી કર્મચારી ઓની બેઝીક તાલીમ યોજાઇ હતી. સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તરફથી પંચાયત રાજને મજબૂત કરવાના મુખ્ય લક્ષથી ઉપરોક્ત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોસાલી ગામે સુરત જિલ્લા પંચાયત અને વિદ્યા ભારતી સંસ્થાના સહયોગથી ૩ દિવસીય શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ૪૫ જેટલા સરપંચ અને સભ્યો તલાટીક્રમ મંત્રીઓ હાજર રહ્યા હતા તેમજ માંગરોળ તાલુકાના વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત શિબિરમાં સંસ્થાના હસમુખભાઈ ચૌહાણ તેમજ અન્ય પંચાયતી રાજ પંચાયતમાં લોકભાગીદારી દ્વારા વિકાસ કામો કેટલા થાય છે અને કેટલા બાકી છે વિકાસ કામોનો આયોજન વગેરે મુદ્દે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ગ્રામ પંચાયત રાજ સંસ્થાઓમાં નાણાકીય આવકના સાધનો ઉભા કરવા 14 માં નાણાંપંચની ભલામણ થકી સહાયક અનુદાન આપવા અને તે બાબતોની જોગવાઈઓ અંતર્ગત વિસ્તૃત સમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સરકારી કર્મચારીઓને આપવામાં આવી હતી. ગ્રામ્યકક્ષાએ યોજાઇ રહેલ તાલીમ શિબિર અલગ અલગ સ્થળે તબક્કાવાર યોજાઈ રહી છે જેમાં સમગ્ર તાલુકાના ગામ પંચાયતોને આવરી લેવામાં આવે છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ વનવિભાગેે ખેરનાં લાકડાની ગેરકાયદેસર ફેરાફેરી કરતાં આઇસર ટેમ્પાને પકડી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર-પાર્કિગમાં રહેલા વાહનો સળગી ઉઠતા મચી અફરાતફરી-આગનું રહસ્ય હજુસુધી અંકબંધ..!!જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચ : વાલિયામાં મુખ્યમંત્રીનાં હસ્તે પાણી પુરવઠાની ચાર યોજનાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!