Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ તથા આપના સુપુત્ર અને અનુગામી હઝરત ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબની અધ્યક્ષતામાં તારીખ 26 જૂન 2022 અને રવિવારના રોજ સમન્વય -2022- કડીવાલા ઘાંચી સમાજ સ્નેહ મિલન, તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન HHMC એજ્યુકેશનલ કેમ્પસ, પાલેજ પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉઝેર મોદી દ્વારા કુરઆન શરીફની તિલાવત કરવામાં આવી હતી. ત્યાર બાદ મુસ્તાકભાઈ ઘાંચી તથા સલીમભાઈ પટેલ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. મહેમાનોના સ્વાગત અને સન્માન બાદ ઘાંચી સાહિસ્તા રફીકભાઈ દ્વારા શિક્ષણના મહત્વ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હઝરત ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબ દ્વારા હાજરજનોને સંબોધવામાં આવ્યા હતા. તેઓએ શિક્ષણ સાથે સમજણ અને પુરુષાર્થનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શક્યતાઓ, સંવેદનાઓ અને સમસ્યાઓના સમન્વયથી જ સમાજ, સંબંધ કે જીવન આગળ ધપે છે, જે જીવન ઘડતર માટે આવશ્યક છે, વડિલો અને વિદ્યાર્થીઓ બંને માટે ધીમી ગતિએ પણ સતત કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, કોઇ પણ કાર્ય નાનું નથી હોતું, નાના- નાના કાર્યો સતત થતા રહે તો એ જરૂર સફળતા સુધીની યાત્રા સંપન્ન કરે છે.

કારકિર્દી માર્ગદર્શક નિશિથ સાહૂ, શેહબાઝ પઠાણ, ડૉ. ઈદરીશ મુસા તથા પારુલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસના અલગ અલગ વિકલ્પો વિશે માહિતી આપી કારકિર્દી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિરહાન કડીવાલા દ્વારા આગામી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં ચોખરું- સમૂહ લગ્ન ૨૦૨૪માં યોજાશે, આ ઉપરાંત સ્ત્રીઓ અને યુવાનો માટે વિશેષ ટીમનું આયોજન કરવામાં પણ આવનાર છે, જયારે ઇમ્તિયાઝ મોદી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનારની માહિતી આપવામાં આવી હતી, તેહસીન કડીવાલાએ ઇનામ વિતરણ પ્રક્રિયામાં સહયોગીની ભૂમિકા ભજવી હતી, અંતે કડીવાલા સમાજના એસ એસ સી, એચ એસ સી, સ્નાતક અને અનુસ્નાતક પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને હાજર મહેમાનોના હસ્તે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિના પ્રમુખ રફીકભાઇ કડીવાલા તેમજ ટીમનો આભાર પણ માનવામાં આવ્યો હતો, ભાઇઓ-બહેનો તેમજ અગ્રણિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેહાનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

વલસાડમાં સંજુ ફિલ્મને ઝબરો પ્રતિસાદ ,વલસાડ કો સંજુ પસંદ હે….સીનેપાર્કમાં દર્શકોની ભારેભીડ શો ફુલ

ProudOfGujarat

નવા વાડીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

ગુજરાત રાજ્યની 202 અદાલતો સહિત જામનગરની 10 કોર્ટમાં તા. 14 થી પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!