Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલની 108 એમ્બ્યુલન્સ ટીમે સાપ કરડેલા બાળકને કૃત્રિમ શ્વાસ આપી બાળકના જીવ બચાવ્યો.

Share

ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના આઠ વર્ષીય બાળકને સાપ કરડતા ગંભીર હાલતમાં સારવાર માટે બારડોલી ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝંખવાવ નજીક બાળકના શ્વાસ અને ધબકારા બંધ થઈ જતા વાકલ ગામની 108 એમ્બ્યુલન્સની ટીંમે કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના વિવાનભાઈ મુકેશભાઈ વસાવા ઉંમર 8 વર્ષને ઊંઘમાં સાપ કરડતાં નજીકની સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં લઇ જવાયો હતો ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાળકને રિફર કરવામાં આવતા પ્રાઇવેટ વાહનમાં બારડોલી લઈ જતા હતા ત્યારે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ નજીક બાળકની હાલત ગંભીર થતાં બાળકના સગા રાકેશભાઈને 108 માં કોલ કર્યો હતો. આ કોલ વાંકલની 108 એમ્બ્યુલન્સને મળ્યો હતો જેથી એમ્બ્યુલન્સના કર્મચારી E.M.T. અજય ચૌહાણ, પાઇલટ જીજ્ઞેશ ગામીત ઘટના સ્થળ પર જવા માટે નીકળી ગયા હતા. ઘટના સ્થળ પર બાળકને તપાસતા બાળકના હૃદયના ધબકારા અને શ્વાસ મળતા ન હતા ત્યારે 108 ના કર્મચારીઓએ સમય સૂચકતા સાથે બાળકને સી.પી. આર. અને બી.વી.એમ. દ્વારા કૃત્રિમ શ્વાસ આપતા હોસ્પિટલ પહોંચતાની પહેલા બાળકના હૃદયના ધબકારા અને શ્વાસ ચાલુ થઇ ગયા હતા ઝંખવાવ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં ઈમરજન્સી ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ બાળકની હાલત ગંભીર હોવાથી બાળકને સિવિલ હોસ્પિટલ સુરત રીફર કરવામાં આવ્યો હતો. 108 ના કર્મચારી દ્વારા બાળકને સિવિલ હોસ્પિટલમાં સલામત રીતે પહોંચાડવામાં આવ્યો હતો. હાલ સારવાર બાદ બાળકની તબિયત ખુબ જ સારી છે હોવાનું જાણવા મળી રહ્યું છે. 108 ના કર્મચારીની સારી કામગીરીને પરિવારજનો એ બિરદાવી આભાર માન્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

ભરૂચ દહેજ પોલીસનું ભેદી મૌન તૂટ્યું, ભરૂચ દહેજ પોલીસે ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપી પાડયુ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મતવિસ્તારના વિવિધ બુથની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!