Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ અટલબિહારી વાજપેયી કોલેજના વિદ્યાર્થીઓ બોક્સિંગમાં ઝળક્યા.

Share

માંગરોળનાં વાંકલ અટલબિહારી વાજપેયી કોલેજના વિદ્યાર્થીઓ બોક્સિંગમાં વિધાર્થીઓએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

તાજેતરમાં પી.એચ.ઉમરાવ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભાઈઓ માટે આંતર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ખાતે કાર્યરત અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વસાવા સતિષ સોમાભાઈએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સિંધવ જયેશ સેલાભાઈ, વસાવા નિર્મલ અજીતભાઈ, વસાવા સંદિપ સુરેશભાઈ, વસાવા વિપુલ ધનજીભાઈ, વસાવા પિયુષ કંછુભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજનું નામ અને ગૌરવ વધાર્યું હતું. કોલેજની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય અને કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ આંબાવાડી તાલુકા પંચાયત સીટ પર કંસાલી ગામે બુથ સમિતિ અને પેજ પ્રમુખોની બેઠક યોજાઇ..

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વંચિત ૧૨ ગામોના ખેડૂતોને મળશે સિંચાઈનું પાણી: રૂ.૧૦૨.૪૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : ​પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની રજૂઆતને સફળતા: માંગરોળના ૧૨ ગામોની ૫૪૦૦ એકર જમીનને થશે સીધો લાભ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!