Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે તવક્કલ બેકરીની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે બપોરનાં સમયે બેકરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને આગ કાબુ કરી હતી. વાંકલ ગામે બોરિયા રોડ ઉપર આવેલ તવક્કલ બેકરી નામની દુકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દુકાનનો કાટમાલ તેમજ બિસ્કિટ બેકરી આઈટમની વિવિધ ચીજ વસ્તુઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આ સમયે ફળીયાનાં રહીશો મદદે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ કર્યો હતો. ઉપરોક્ત બેકરી ઇશાકભાઇ પઠાણ ભાડાનાં મકાનમાં ચલાવતા હતા. આ ઘટનાની જાણ વાંકલ ગામના સરપંચ ભરતભાઇ વસાવાને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અંદાજીત ચાલીસ હજાર (40,000) થી વધુનું નુકસાન થયું છે. આ સંદર્ભે પંચકાસ કરી તાલુકામાં રિપોર્ટ કરવાની તજવીજ કરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા રેલ્વે ફાટક નજીક જુગારની રેડકરતા દોડધામ મચી જવા પામી હતી..

ProudOfGujarat

નડિયાદ બિલોદરા જેલમાં કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

ProudOfGujarat

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!