Proud of Gujarat
Uncategorized

માંગરોળની એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલમાં 36 મી નેશનલ ગેમ્સનો પ્રારંભ.

Share

માંગરોળ ગામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ અને એસ.પી.મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલમાં 36 મી નેશનલ ગેમ્સ 2022 નો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરાયો છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલે આગેવાનોની ઉપસ્થિતિમાં રીબીન કાપી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. શાળાના આચાર્યએ શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું, બાળકો રમતોનું મહત્વ સમજે અને તેમના માં ખેલ ભાવના વિકસે તે હેતુથી આગેવાનો ઈબ્રાહીમભાઇ મેમાન, મહંમદ ભાઈ રાવત ઈસ્માઈલભાઈ રાવત અસલમભાઈ મેમાન પૂર્વ શિક્ષક હરેન્દ્રસિંહ ગોહિલ વગેરે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ રમતોનો પ્રારંભ કરાયો હતો જેમાં કેરમ, ચેસ બોર્ડ, લુડો, લખોટી, નવો વેપાર, સિક્કા શોધ, રાજા-રાણી ચોર-સિપાઈ, યોગાસન, અંતાક્ષરી, ક્વીઝ, કબડ્ડી, ખો-ખો, દોડ, વોલીબોલ, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, બરછીફેંક, ગોળા ફેંક વગેરે જેવી વિવિધ ઈનડોર- આઉટડોર રમતોનું રમાડવાનો પ્રારંભ કરાયો હતો. સ્ટેજ કાર્યક્રમ બાદ આભાર વિધિ એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય એ આટોપી હતી વિવિધ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષક રિયાઝુદ્દીન પટેલ અને સમગ્ર સ્ટાફ સહયોગથી સફળતા પૂર્વક કરાયું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : આજરોજ એમિટી સ્કૂલ ખાતે 36 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મહાન યુગ પુરૂષ સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી

ProudOfGujarat

હાલોલની સરસ્વતી શાળાના શિક્ષકે વિધાર્થીને માર મારતા કાન-નાક માથી લોહી નીકળ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!