Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થતાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

Share

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચેના રેલ્વે ક્રોસિંગ નં-૧૫૦ ખાતે ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહનવ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવરના વિકલ્પ તરીકે દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં.૧૪૯ તથા સાયણ રેલ્વે ઓવર બ્રિજ ઉપરથી જઇ શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ..

ProudOfGujarat

विश्व आर्थिक मंच ने 24 वें वार्षिक क्रिस्टल पुरस्कार के साथ शाहरुख खान को किया सम्मानित!

ProudOfGujarat

ભરૂચના શેરપૂરા રોડ પર અકસ્માત બાડ સ્થાનીકોના ચક્કાજામ થી તંત્ર એકશનમાં સ્પીડ બ્રેકર ની કામગીરી કરાઈ સ્ટ્રીટ લાઈટની માંગણી કરતા સ્થાનિક રહીશો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!