Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

Share

ભારતમાં 122 વર્ષમાં સૌથી ગરમ ઉનાળો અને સમગ્ર દેશમાં રેકોર્ડબ્રેક તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આ હીટવેવમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિષે ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની IL TakeCare એપ દ્વારા એક એડવાઈઝરી બહાર પાડી છે.

IL TakeCare એપ હવે તેના વપરાશકારોને હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે દર્શાવતી ખાસ ચેતવણી જારી કરશે. આ નવી-શરૂ કરાયેલ સુવિધા વપરાશકારોને શક્ય હોય તેટલું પ્રવાહીના સેવન દ્વારા સતત હાઇડ્રેટેડ રહેવા, શરીરને ઢાંકેલું રાખવા, સાવચેત રહેવા અને ઘરની અંદર રહેવા વિષે જાણ કરવા ઉપરાંત શરીરને ઠંડક આપવામાં મદદ કરી શકે તેવા ખોરાક અને પીણાંની પણ ભલામણ કરશે. વધુમાં, તે તેના અનન્ય ફેસ સ્કેન ટૂલનો ઉપયોગ કરીને શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા સહિતની મહત્વપૂર્ણ બાબતોને પણ સ્કેન કરશે. એપ્લિકેશન નિયમિત સમયાંતરે પર પોપ-અપ્સ અને સૂચનાઓના સ્વરૂપમાં આ ચેતવણીઓ મોકલશે.

Advertisement

IL TakeCare એપ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અને નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનસીડીસી) દ્વારા શેર કરવામાં આવતી ગરમી સંબંધિત દૈનિક ચેતવણીઓ પણ દર્શાવવામાં આવશે, જે આગામી ત્રણથી ચાર દિવસ માટેના હીટવેવની આગાહીને પ્રકાશિત કરે છે, જેનાથી વ્યક્તિઓ તેમના દિવસ દરમિયાનના કામકાજનું વધુ સારી રીતે આયોજન કરી શકશે. આ એપ મોટી સંખ્યામાં વ્યક્તિઓને લાભ કરશે, ખાસ કરીને વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ અસહ્ય તાપમાં ઘરની બહાર નીકળ્યા વિના નિયમિત ધોરણે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરી શકશે.

સિગ્નેચર IL TakeCare એપ્લિકેશને 1.4 મિલિયન ડાઉનલોડ્સના સીમાચિહ્નને વટાવી દીધું છે, જેમાં 130,000 થી વધુ આરોગ્ય દાવાઓ સફળતાપૂર્વક ઈન્ટિમેટ કરાયા છે અને એપ દ્વારા 70,000 થી વધુ ટેલિ કન્સલ્ટેશન અથવા નો યોર હેલ્થ વિનંતીઓ મોકલવામાં આવી છે. એપ્લિકેશનમાં “ફેસ સ્કેન” સુવિધા છે જે વપરાશકારોને તેમના બ્લડ પ્રેશર, પલ્સ રેટ અને શ્વાસોશ્વાસને માત્ર બે મિનિટથી ઓછા સમયમાં તેમના ચહેરાને સ્કેન કરવા માટે તેમના ફોન કેમેરાનો ઉપયોગ કરીને મોનિટર કરવા સક્ષમ બનાવે છે. આ સુવિધાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેનો ઉપયોગ 27 હજારથી વધુ લોકોએ કર્યો છે અને 78 હજારથી વધુ ચહેરાઓ સ્કેન કર્યા છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એક ગ્રાહક-લક્ષી કંપની છે જે તેના પોલિસીધારકોને ઉપલબ્ધ શ્રેષ્ઠ આરોગ્ય અને વેલનેસ ઉકેલો પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે. આ નવી સુવિધા એ ધ્યેય તરફનું એક બીજું પગલું છે, આ સુવિધામાં અન્ય ઘણા પગલા આવવાના છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

સુરત : બીઆરટીએસ અને સિટી બસ બાદ હવે સુરતમાં 150 ઈલેક્ટ્રીક બસ દોડશે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેરસભા યોજાઇ.

ProudOfGujarat

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!