Proud of Gujarat
INDIAFeaturedGujarat

વર્લ્ડ હાર્ટ ડે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે લોકોને સીપીઆર કેવી રીતે સંચાલિત કરવું તે શીખવવા માટે પ્રોત્સાહિત કરતી આકર્ષક કેમ્પેઈન શરૂ કરી.

Share

દર વર્ષે 17 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. લગભગ 80-82 ટકા કાર્ડિયાક અરેસ્ટ હોસ્પિટલની બહાર થાય છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, દરેક મિનિટે, અસ્તિત્વ ટકાવી રાખવાની શક્યતા 7-10 ટકા ઘટી જાય છે. કેટલાક દેશોમાં, સીપીઆરની વધતી પ્રેક્ટિસ સાથે, એવું જાણવા મળ્યું છે કે 40-60 ટકા લોકોને બચાવી શકાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે ભારતમાં સીપીઆર પ્રશિક્ષિત હોય તેવા 30 ટકા લોકોની જરૂરિયાત છે તે સામે બે ટકાથી ઓછી વસતિ તેમાં પ્રશિક્ષિત છે. ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે તેના નવા ડિજિટલ કેમ્પેઈન, #LearnCPRSaveALife ના આધાર તરીકે આ ગંભીર વાસ્તવિકતાને પસંદ કરી છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ સીપીઆરની આસપાસની ગેરમાન્યતાઓને દૂર કરવાનો અને આ મૂળભૂત જીવન કૌશલ્ય વિશે જાગૃતિ લાવવાનો છે.

આ બ્રાન્ડે બોલિવૂડમાં ‘સિરિયલ કિસર’ તરીકે ઓળખાતા ભારતીય ફિલ્મ અભિનેતા ઈમરાન હાશ્મીને યોગ્ય રીતે પસંદ કર્યા છે, જેઓ સીપીઆર એ ચુંબન જેવું નથી એ ગેરમાન્યતાને દૂર કરવામાં મદદ કરશે. આ કેમ્પેઈન કોઈના જીવનને બચાવવા માટે સીપીઆરનું મહત્વ સમજાવે છે અને તે કોઈ પણ પ્રકારની રોમેન્ટિક ચેષ્ટા કઈ રીતે નથી તે જણાવે છે. આ કેમ્પેઈનમાં તબીબી પ્રેક્ટિશનર દ્વારા સીપીઆરનું સંચાલન કરવા પરના ટ્યુટોરીયલને પણ આવરી લેવામાં આવ્યું છે, જે જીવન બચાવવા માટેનું એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે.

Advertisement

અહેવાલો દર્શાવે છે કે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર) – જીવન બચાવતી એક ટેકનિક જેનો ઉપયોગ શ્વાસ અથવા ધબકારા બંધ થઈ ગયેલી વ્યક્તિને બચાવવા માટે થાય છે, તે એક કૌશલ્ય છે જે 5-10 મિનિટની પ્રેક્ટિસ સાથે શીખી શકાય છે અને જીવન બચાવી શકે છે. છતાં, 98 ટકા* ભારતીયો આ ટેકનિકથી અજાણ છે. સીપીઆર પ્રત્યે ઉદાસીનતા અને અસ્વસ્થતા, ખોટી માન્યતાઓને કારણે, લોકો તેને શીખવા, તેનો અભ્યાસ કરવા અને જરૂરિયાતના સમયે તેને આગળ વધારવા અને તેનું સંચાલન કરવા માટેના પૂરતા પ્રયાસને ટાળે છે.

નવા કેમ્પેઈન વિષે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના કોર્પોરેટ કોમ્યુનિકેશન અને સીએસઆરના માર્કેટીંગ હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે, “આજના સમયમાં, હૃદય સંબંધિત બિમારીઓ અને મૃત્યુ ચિંતાજનક દરે વધી રહ્યા છે. હકીકતમાં વર્ષ 2030 સુધીમાં ભારતમાં વિશ્વમાં સૌથી વધુ કાર્ડિયાક સંબંધિત મૃત્યુ થવાના અહેવાલ છે. મોટાભાગના હાર્ટ એટેકના કેસોમાં તે નિર્ણાયક સેકન્ડોમાં તેને ઓળખવામાં અને સીપીઆર કરવામાં વિલંબને કારણે જીવન ટકાવી રાખવાનો દર નબળો જોવા મળે છે. હકીકત એ છે કે એક નાની વસ્તી સીપીઆર ટેકનિકને જાણે છે અથવા સમજે છે અને તેનો તદ્દન ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને તેને માઉથ-ટું-માઉથ કિસ કરવા જેવું ગણવામાં આવે છે તેથી અમને આ કેમ્પેઈન શરૂ કરવાની ફરજ પડી છે. મોટાભાગની ફિલ્મોમાં સીપીઆર દ્રશ્યોના નિરૂપણથી વાસ્તવિક બાબતોમાં મદદ મળી નથી અને હકીકતમાં વિજ્ઞાનમાં જે જણાવાયું છે તેથી વિપરીત રોમાન્સ કરાઈ રહ્યો હોય તે રીતનું ચિત્ર ઉપસાવાયું છે. એક અગ્રણી ખાનગી વીમા કંપની તરીકે, અમે આ મુદ્દા સાથે આગેવાની કરવા અને સીપીઆર શીખવાની જરૂરિયાત અને મહત્વ પર પ્રકાશ પાડવા માગીએ છીએ. આ કેમ્પેઈનમાં ઈમરાન હાશ્મીને મુખ્ય પાત્ર ભજવવા માટે લેવામાં આવ્યા તેનો અમને આનંદ થાય છે, જે આ કારણ અને સંદેશ સાથે મજબૂત રીતે પડઘો પાડે છે. અમે માનીએ છીએ કે તે સીપીઆર સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવા માટે યોગ્ય છે અને જરૂરિયાતના નિર્ણાયક સમયમાં કોઈને બચાવવાની ક્ષમતા પર ભાર મૂકે છે. સીપીઆર એ ચુંબન નથી પણ જીવનનું ચુંબન છે!”

અભિનેતા અને બોલિવૂડ સેલિબ્રિટી ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને સીપીઆર વિશે લોકોની સામાન્ય ગેરસમજો વિશે જાણ થઈ ત્યારે હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આપણે આ મોરચે વધુ જાગૃતિની જરૂર છે કારણ કે તે જીવન સાથેસંકળાયેલ છે અને જીવન બચાવવા માટેની તકનીક છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે સહયોગ કરીને સીપીઆરની આસપાસની કદાચ સૌથી મોટી ગેરમાન્યતાનો પર્દાફાશ કરવા માટે દેશને શિક્ષિત કરવાનો મારા માટે એક વિશેષાધિકાર છે – જે સ્પષ્ટપણે છે કે તે કોઈપણ રીતે ચુંબન અથવા રોમેન્ટિક નથી પરંતુ એક નિર્ણાયક જીવન-બચાવ તકનીક છે. હું માનું છું કે આપણા બધામાં બીજા જીવનને બચાવવાની વૃત્તિ કુદરતી રીતે આવવી જોઈએ અને આપણે તે કરવા માટેના જ્ઞાનથી સજ્જ હોવું જોઈએ. આ નવીન કેમ્પેઈન સાથે દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય છે અને લોકોને પોતાને અને તેમની આસપાસના લોકોના જીવન-બચાવવાની સહાય પ્રદાન કરવા વિશે શિક્ષિત કરવા પ્રોત્સાહિત કરવાનો છે.”

ડિજિટલ ફિલ્મ વર્લ્ડ હાર્ટ ડે પર તમામ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની માલિકીની અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે. કંપની હંમેશા સ્વાસ્થ્ય અને સુખાકારીનું સમર્થન કરતી રહી છે અને તેના સંશોધન અને બ્રાન્ડ સંચારનો ઉપયોગ જાગૃતિ લાવવા અને લોકોને યોગ્ય સ્વસ્થ આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે કરે છે. તેણે તાજેતરમાં તેનો ‘વેલનેસ ઈન્ડિયા ઈન્ડેક્સ – 2022’ અભ્યાસ બહાર પાડ્યો છે, જે ભારતમાં વેલનેસના વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વલણો અને વિકસતા ગ્રાહક વર્તનને મેળવવા માટે વાર્ષિક માપદંડ તરીકે કામ કરે છે. રાષ્ટ્રવ્યાપી અભ્યાસ મુજબ, ભારતનો વેલનેસ ઈન્ડેક્સ 100માંથી 72 પર છે, જે ગયા વર્ષ કરતાં બે પોઈન્ટ વધુ છે અને દર્શાવે છે કે ભારત તેના વેલનેસ રડાર પર પાછું પર આવી ગયું છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

ભરૂચ શહેરમાં એક સાથે એક જ દિવસે આઠ તાળાં તૂટતાં ખળભળાટ..!

ProudOfGujarat

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા અનેક લોકો પરેશાન…

ProudOfGujarat

ભરૂચના બુટલેગરની પારડી પોલીસ એ દારૂના મુદ્દામાલ સાથે કરી ધડપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!