Proud of Gujarat
FeaturedGujaratINDIA

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ

Share

· એનએફઓ ખૂલશે 28 મી નવેમ્બર, 2022 થી અને 12 ડિસેમ્બર, 2022 ના રોજ બંધ થશે

· આ ફંડ ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને સોનાના ઇટીએફમાં એમ સંયુક્ત રીતે રોકાણ કરશે. ઇક્વિટીનો હેતુ મૂડી વૃદ્ધિનો છે: ફિક્સ્ડ ઇન્કમએ આવક ઉભી કરવામાં મદદ કરે છે અને ગોલ્ડ ઇટીએફનો હેતુ વૈશ્વિક કટોકટી દરમિયાન હેજ પૂરો પાડવાનો છે.

Advertisement

· જે ફંડ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે, તેનો એકબીજા સાથે ઓછો સહસંબંધ હોય છે, ત્યારે આ ફંડની સાથે તેનો હેતુ એક ઓલ-રાઉન્ડર પોર્ટફોલિયો તૈયાર કરવાનો છે, જેનાથી સમગ્ર માર્કેટ સાયકલમાં સંપૂર્ણ ક્ષમતાથી પફોર્મ કરી શકાય.

વધુમાં એક સિંગલ પોર્ટફોલિયો રાખવાથી, તમને આ મિલ્કતોમાં વ્યક્તિગત રીતે રોકાણ કરવાની અને બહુવિધ પોર્ટફોલિયોને મેનેજ કરવા તથા ટ્રેક કરવાની મુશ્કેલીમાંથી બચાવે છે. તેથી, આ ફંડ તમને એકમાં જ બહુવિધ એસેટ ક્લાસના લાભો મેળવવામાં મદદ કરે છે અને સમગ્ર માર્કેટ સાયકલમાં વધુ સારું જોખમ સરભર કરીને રિટર્ન મેળવવાનું લક્ષ્ય રાખી શકાય છે.

· ઓછામાં ઓછી રોકાણની રકમ રૂ.5,000 અને ત્યારબાદ તેના 1 ગુણાંકમાં.

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડએ રજૂ કરે છે, બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ, એક ઓપન- એન્ડેડ યોજના જે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ ઇટીએફ સ્કીમમાં રોકાણ કરશે. આ ફંડ શ્રી જિતેન્દ્ર શ્રીરામ (25 વર્ષથી વધુનો અનુભવ) દ્વારા અને શ્રી વિક્રમ પમનાની (12 વર્ષથી વધુનો અનુભવ) મેનેજ કરવામા આવશે અને તે નિફ્ટી 500 ટીઆરઆઇપ્લસના 65 ટકા, નિફ્ટી કમ્પોસાઈટ ડેટ ઇન્ડેક્સના 20 ટકા અને સોનાની રૂપિયાની કિંમતના 15ની તુલના સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.

ઇક્વિટીમાં 65થી 80 ટકાની વચ્ચે ફાળવણીની રેન્જ, ફિક્સ્ડ આવક અને સોનાની ઇટીએફમાં 10-25 ટકા જેટલી ફાળવણી તથા દરેકની સાથે આરઇઆઇટી અને આઇએવીઆઇટીના યુનિટમાં 10 ટકા સુધીના રોકાણ દ્વારા આ યોજનાના રોકાણનો હેતુ લાંબાગાળાની મૂડીની વૃદ્ધિ છે. આ ફંડમાં ઇક્વિટી, ફિક્સ્ડ આવક અને સોનાના ઇટીએફની સંયુક્ત શક્તિ છે, જે એક અલગ જ એસેટની ફાળવણી આધારીત પોર્ટફોલિયો નીતિ ઓફર કરે છે, જેનો હેતુ વિકાસમાં વૃદ્ધિ અને નકારાત્મક વાતાવરણમાં રક્ષણ આપવાનો છે.

‘બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડએ રોકાણકારોને એક તક પૂરી પાડે છે, જે એસેટ ક્લાસમાં સારી રીતે વૈવિધ્યસભર ઓફરને એક્સપોઝર કરે છે. પહેલી વખતના રોકાણકારો અને સીઝન્ડ રોકાણકારો માટે રોકાણનો આ એક સારો વિકલ્પ છે, કેમકે તે બહુવિધ વ્યૂહરચનાથી રોકાણ, ટ્રેકિંગ અને જાળવણીની ઝંઝટને બચાવે છે. એમ સુરેશ સોની, સીઇઓ, બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ જણાવે છે, તેમાં ઉમેરો કરતા, “ જે સિઝનલ રોકાણકારો એસેટ ક્લાસમાં વિવિધતા લાવવા ઇચ્છે છે, તથા તેના પોર્ટફોલિયોમાં સોના માટે પણ ફાળવણી કરવા ઇચ્છે છે, તેમના માટે પણ યોગ્ય છે.”

આ ફંડનો હેતુ સમગ્ર શ્રેણીમાં વૈવિધ્યસભર ફાળવણી સાથે લગભગ 45-55 સ્ટોક્સ હોલ્ડિંગમાં સંશોધન દ્વારા મલ્ટીકેપ રોકાણને અનુસરવાનો છે. જ્યારે ફિક્સ્ડ આવકની વાત આવે ત્યારે ફંડએ પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમો સાથે આવક પેદા કરવા માટે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટના ઉચ્ચ-ગુણવત્તાવાળા પોર્ટફોલિયોમાં રોકાણ કરવા ઇચ્છે છે. ફંડએ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ દ્વારા સોના તરફ એક્સપોઝરની માંગ કરશે.

આ એનએફઓ 28 મી નવેમ્બર, 2022ના રોજ ખૂલશે અને 12 ડિસેમ્બર, 2022 ના રોજ બંધ થશે.

સુચિત્રા આયરે


Share

Related posts

રાજકોટમાં પૈસા વહેંચણીના CCTV બાદ કાર્યવાહી, મહિલા સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

ProudOfGujarat

શેરપુરા રોડ પર આવેલ એક કોમ્પ્લેકસના છઠ્ઠા માળ પરથી પરપ્રાંતીય યુવાને છલાંગ મારી આત્મહત્યા કરી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!