Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા પધાર્યા.

Share

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બી.કે. ઉષાબેન – પ્રભુશરણમ, બ્રહ્માકુમારીઝ નડિયાદના આંગણે પધાર્યા.  નડીઆદ નગરનાં વિવિધ વર્ગના સમાજસેવા અગ્રણીઓ દ્વારા દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. બી. કે. ઉષાબેને સ્વર્ગ (સતયુગ) સત્ય કે કલ્પના…? વિષય પર માનનીય વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું કે પરીવર્તન એ સંસારનો નિયમ છે. જ્યારે રાત હોય છે ત્યારે દિવસ નથી અને દિવસ હોય છે ત્યારે રાત નથી. રાત-દિવસ એક સાથે હોઈ શકે નહીં. તે પ્રમાણે સ્વર્ગ રૂપી દિવસ અને નર્ક રૂપી રાત સૃષ્ટિચક્રના નાટકમાં ગતિશિલ છે. જે પહેલા હતું તે ફરીથી આવશે. ભારત ભૂમિ પર પહેલા સતયુગી સૃષ્ટિ હતી અને ફરીથી નિકટમાં આવનાર પરિવર્તન પછી અર્થાત આ ઘોર અંધકારના સમય પછી નવું પ્રભાત એટલે કે સતયુગનું આગમન આ જ ભારત ભૂમિ પર જરૂરથી થશે. આપણે તે સ્વર્ણિમ સમયનું સ્વાગત કરવાનું છે.

વર્તમાન સમય મનુષ્ય જીવન ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ બની ગયેલ હોવાના કારણે સ્વર્ગને કલ્પના માને છે પરંતુ પરમાત્મા આ જ સમયે ભગવદ્દગીતાના વાયદા પ્રમાણે આ સૃષ્ટિ પર અવતરિત થઈ સ્વધર્મનો પરીચય આપી મનુષ્યને ધર્મશ્રેષ્ઠ, કર્મશ્રેષ્ઠ બનાવે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામનાં આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.

ProudOfGujarat

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ગોધરાનાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!