Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધાના ધો. 12 ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે મોત.

Share

મહુધા રેસ્ટ હાઉસ ચોકડી નજીક નડિયાદ તરફથી પૂરપાટ બાઈક હંકારી રોન્ગ સાઈડે આવી રહેલ ધો. 12 ના પરીક્ષાર્થીનો કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. નડિયાદથી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા. દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે અથડાતા ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પરપ્રાંતીય ઇંગલિશ દારૂના પાઉચ ઝડપાયા …

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા, આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!