Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે લોખંડની રેલિંગમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો.

Share

નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલી ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે પસાર થયેલી એક એસ.ટી બસ રેલિંગમાં ઘુસી જવાથી અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી વિગતો અનુસાર નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલ ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે વહેલી સવારે એક બસ પસાર થઇ રહેલ હોય જે બસ થરાદથી વડોદરા તરફ જતી હોય આ એક્સપ્રેસ બસ ઓવરબ્રિજના સરદાર ભવન પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એકાએક જ બસ ગાંધીજીની પ્રતિમાની ફરતે આવેલી રેલીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાંધીજીની પ્રતિમાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ અને ફરતે આવેલી રેલિંગ તૂટી ગઈ હતી તેમજ લોખંડની સીડી પણ તૂટી ગઈ હતી. ઉપરાંત એસ.ટી બસનો કાચ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો, તો બસના આગળના ભાગમાં પણ ભારે નુકસાની થઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં એસ.ટી બસના ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલીક ધોરણે અન્ય બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં 80 લાખની વસતિ સામે 13 હજાર પોલીસ ને સુરતમાં 60 લાખ માટે માત્ર 3700

ProudOfGujarat

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના વિરોધમાં કરજણ બંધ, ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેરના માર્ગો પર અડિંગો જમાવી બેસતા રખડતા ઢોર આખરે પાલિકાએ હટાવી પાંજરાપોર ખસેડયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!