Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગતાં અફરાતફરી.

Share

હાલના દિવસોમાં દેશના જુદાજુદા વિસ્તારોમાં પેસેન્જર ટ્રેનની બોગીમાં કે ગુડસ ટ્રેનના વેગનોમાં આગ લાગવા અંગેની ઘટનાઓ વધી રહી છે. જેમ કે નડિયાદ પાસેના રેલવે ટ્રેક પર ઉત્તરસંડા રેલ્વે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં અચાનક આગ લાગી હતી.

મળતી માહિતી મુજબ નડિયાદ પાસેના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગી હતી. કોઈ કારણસર આગ લાગતાં ડ્રાઇવર અને ટ્રેનના ગાર્ડ દોડી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતાં ફાયર ટીમ ઉત્તરસંડા રેલવે સ્ટેશન પહોંચી વેગનમાં પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી દીધી હતી. વધુમાં આ ગુડસ ટ્રેન હજીરા સુરતથી પાલનપુર જતી હતી. જેમા ક્રીભકો ઈન્ફરાસ્ટ્રક્ચર પ્રાઇવેટમાંથી માલ સામાન ભરી જઈ રહી હતી અને આગ લોખંડની પ્લેટ ભરેલા વેગનમાં લાગી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ

ProudOfGujarat

ભરૂચ : બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

ઝઘડિયાના અંધારકાછલા ગામેથી એક્ટિવા પર વિદેશી દારુ લઇ આવતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!