Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના નારણદેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો.

Share

નડિયાદ સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારાયણ દેવ મંદિર નો ૨૧૫ મો પાટોત્સવ તા. ૭ મે વૈશાખ સુદ- ૬ ને શનિવારના રોજ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઊજવાયો હતો.

આ પ્રસંગે સવારે મંગળા આરતી બાદ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય વિમલભાઈ વ્યાસ તથા નડિયાદના ભાવેશભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી નારાયણ દેવ ભગવાનનો ભારતની પવિત્ર નદીઓના જળ, કેસર, પંચામૃત, મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે ૧૦૮ દિવાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી. બપોરે 12 કલાકે રાજભોગ આરતી યોજાઈ હતી. આ દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર ભક્તોના જય રણછોડ નાદથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે 9 કલાકે મંદિરમાં નારાયણ દેવ ભજન મંડળ દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી હરિભક્તોએ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર, એક વ્યક્તિને ગોળી વાગતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા સહિત બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા

ProudOfGujarat

રૂપાણી સરકારનો વેપારીઓને કોરોનાની રસી આપવા મુદ્દે મોટો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!