Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

Share

મહુધા તાલુકાના મંગળપુર પાટીયા પાસે આજે બપોરના સમયે પસાર થતી એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળતા કાર ચાલક ગભરાયો ગયો હતો અને કારને રોડની સાઈડમાં અટકાવી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. કારચાલક સહિત કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે મહુધા પોલીસ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગના બનાવના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. તો વળી મોટી હોનારત ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

શું વડાપ્રધાને પરમાણુ હુમલો કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બે જ વર્ષમાં આહિર સમાજની વાડી સમાજનું  ભવ્ય સંકુલ બનશે 

ProudOfGujarat

ટ્રકને તાડપત્રી બાંધતાં ડ્રાયવરને કારે ટક્કર મારતાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!