Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

વડોદરા હાઇવે પરથી રબરની સીટોના માલની આડમા આઇસર ટેમ્પોમાં લાવવામાં આવેલ રૂપિયા પાંચ લાખથી વધુના વિદેશી દારૂના મુદ્દામાલને વડોદરાની શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે નેશનલ હાઈવે તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ કરતાં ટેમ્પોમાં રબરની સીટોને માલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા નેશનલ હાઈવે રોડની સાઈડમાં આઈસર ટેમ્પો નં. MH-04-Dk- 1867 ની તલાશી લેતા અંદર તાડપત્રી ખોલી રબરની સીટોના માલની આડમા મેકડોવેલ્સ નંબર વન અને ઇમ્પીરીયલ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 2208 કિંમત રૂપિયા 5,08,800, રબરની જુદી-જુદી સીટો 130 કિંમત રૂપિયા 30000 તથા આઈસર ટેમ્પો કિંમત રૂ 1,50,000-/- સહિતનો મુદ્દામાલ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ પોલીસ દરોડા દરમિયાન નાસી છુટેલ ટેમ્પો ચાલકને શોધી કાઢવા માટે એલસીબી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભોળી રેલવે પોલીસને ચકમો આપી દમણથી દારૂ લાવનાર કુખ્યાત બુટલેગર જીતુ ખત્રી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં હીટવેવનાં કારણે જન માનસ પર ભારે અસર લોકો 43 ડિગ્રી તાપમાનને પગલે ઘરમાં બેસી રહેવા મજબુર.

ProudOfGujarat

વડોદરામાં મહિલા દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!