Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

Share

નડિયાદ ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ મથકની હદમા આવતાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ૬ નંબરના યુનીટમાં આજે બ્રેકર બ્લાસ્ટ થયો હતો. યુનિટ ૮ ના કન્ટ્રકશન ટ્રાન્સફોર્મર પાવર બ્રેકર ચાર્જિંગ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. યુનીટ ૬ ના ૬.૬ kV પ્લાન્ટ બ્રેકરમાં ભારે ઇલેક્ટ્રિકલ સ્પાર્કને કારણે આ દુર્ઘટના સર્જાય હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ચિતલદા ગામે ઝેરી જનાવર કરડતાં 7 વર્ષની બાળકીનું કરુણ મોત : સારવાર મળે તે પહેલાં જ તોડી દીધો દમ; પરિવારમાં શોકની લાગણી વ્યાપી

ProudOfGujarat

અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં વીજ ચોરી સામે વીજ કંપનીના દરોડા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાયું વીજ ચેકીંગ

ProudOfGujarat

વલસાડ એલ.સી.બી. એ રૂ. 12.79 લાખનાં દારૂ સાથે એક ઇસમને પકડી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!