Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં રણછોડરાયજી મંદિરની બહાર રસ્તામાં કાદવ કીચડના સામ્રાજ્યથી દર્શનાર્થીઓ ત્રાહિમામ.

Share

યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર બહાર નવો રસ્તો બનાવવા માટે જુનો રસ્તો એક સપ્તાહથી ખોદી નંખાયો છે. પરંતુ નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ નહીં થતાં દર્શને આવતા હજારો ભક્તો મુશ્કેલી વેઠી રહ્યા છે.

દૂર દૂરથી આવેલા ભક્તોને કાદવ કીચડમાં થઇ પસાર થવું પડ્યું હતું. કેટલાક વૃદ્ધ શ્રદ્ધાળુઓ તો કાદવમાં થઇ મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, તો કેટલાક દર્શનાર્થીઓ નાના બાળકોને ગોદમાં ઉઠાવી મહામુસીબતે કાદવ પસાર કરી રહ્યા હતા. બહારગામથી દર્શને આવેલા અનેક ભક્તો કાદવ-કીચડમાંથી પસાર થતા કપડા બગડવાના કારણે પાલિકા અને સ્થાનિક તંત્રને ભાંડતા જોવા મળ્યા હતા. રણછોડજી મંદિર રાજ્યના ગણનાપાત્ર યાત્રાધામમાં આવતું હોવા છતાં આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

ProudOfGujarat

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ફાટાતળાવ વિસ્તાર માં ૧.૨૫ લાખ ઉપરાંત ની ચોરી પ્રકરણ માં પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!