Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર.

Share

કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં દિનેશભાઇ કેશવભાઇ રોહીત રહે છે. તેઓ લાડવેલ ગામે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. દિનેશભાઈ અને તેમનો પરિવાર રાત્રીના સમયે અગાસી પર સૂઈ ગયા હતા. દરમિયાન તસ્કરો મકાનના મુખ્ય દરવાજાને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને રૂમમાં સામાન વેરવિખેર કરી તિજોરીમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ ઉપરાંત મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજા દિવસે વહેલી સવારના દિનેશભાઈના પત્ની અને પુત્ર અગાસી પરથી નીચે આવ્યા હતા. ત્યારે બંને મકાનના દરવાજાએ મારેલા તાળા તૂટેલી હાલતમાં જોતાં તેમને ચોરી થઇ હોવાની ઘટનાની જાણ થઈ હતી. જેથી તેમણે કપડવંજ શહેર પોલીસને જાણ કરી ફરિયાદ આપી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જુના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક કારનું ટાયર ફાટતા અન્ય કાર સાથે ભટકાતા બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

ProudOfGujarat

અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોને નોટબુક, પેન્સિલનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!