Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે શખ્સે ટાવર પર ચઢી મચાવી ધમાલ.

Share

નડિયાદમાં ગત મોડી રાત્રે અમદાવાદી દરવાજા બહાર એક શખ્સ એ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. એક શખ્સ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને આ બાદ મોટે મોટેથી વંદે માતરમ્ અને ભારત માતા કી જય નારા લગાવતો હતો. આથી આ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લગભગ દસથી પંદર મિનિટ આ શખ્સએ આ રીતે નારા લગાવ્યા હતા આથી અહીંયા લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. લોકોની સમજાવટ બાદ આ શખ્સ નીચે ઉતર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. તો બીજી બાજુ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને પણ કરવામાં આવતા ફાયર બ્રીગેડની ટીમ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. નીચે ઉતરેલો આ શખ્સ સ્થાનિક રહીશ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી , તેલ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સ્પોર્ટ ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહેલ યુવકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!