Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શહેરમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ કરાયું.

Share

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજનાકીય ગ્રાન્ટ અંતર્ગત ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, સ્કેટિંગ રિંગ, બે ટેબલ ટેનિસ કોર્ટ, ટ્રક માઉન્ટેન રોડ સ્વીપર મશીન તથા હરિદાસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પીવાના પાણીની ટાંકી જેવા કુલ રૂ. ૮૮૩.૮૦ લાખના કામોનું લોકાર્પણ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના દ્વારા તેઓના જન્મ દિવસે કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના દંડક એ જણાવ્યું કે નડિયાદમાં વિકાસ દરેક દિશામાં થઇ રહ્યો છે, ત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ નડિયાદનું નામ દેશમાં પ્રથમ રહે તે માટે અનેક યુવાનોની સ્પોર્ટ્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટનું લોકાર્પણ થકી યુવાનો ભણવાની સાથે રમત ગમતમાં પણ આગળ વધશે.

નડિયાદ તેમજ દેશનું નામ સેશન કરશે. યુવાનો માટે સ્કેટિંગ, ફૂટબૉલ ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ અને થોડાક સમયમાં જીમ પણ નડિયાદમાં પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આજે નડિયાદમાં સફાઈના અત્યાધુનિક મશીનો થકી સફાઈ થઇ રહી છે. એવા અનેક મશીન નડિયાદમાં ગ્રાન્ટમાંથી ખરીદવાના છે. ૮ કરોડના ખર્ચે નવા રોડ નડિયાદ શહેરમાં બનવા જઈ રહ્યા છે.

Advertisement

આજરોજ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હરિદાસ હોસ્પિટલ પાસે પીવાના પાણીની ટાંકીનું અને રાઇઝિંગ મેઇનના રૂ ૫૮૨.૮૫ લાખના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે પંકજભાઈ દેસાઈ દ્વારા જન્મદિવસ નિમિતે બાળકોને પોષણ કીટ પણ આપવામાં આવી હતી. વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા તેમના નિવાસ સ્થાને કુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુપોષણ અભિયાનની ચળવળ શરુ કરવામાં આવી હતી. જેમાં આ અભિયાન અંતર્ગત વિધાનસભાના દંડક પંકજ ભાઈ દેસાઈ દ્વારા પીપળાતાના ૧ર બાળકો અને કેરીયાવી ગામના ૮ બાળકો એમ કુલ ૨૦ બાળકો દંડક દ્વારા દત્તક લેવામાં આવ્યા, જેમાં ૨૦ માંથી ૮ બાળકો યલો ઝોનમાં આવી ગયા છે. તેમજ ૧૨ બાળકોના વજનમાં નિરંતર વધારો થઇ રહ્યો છે. એટલે કે બાળકો સુપોષિત થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, પ્રદેશ મંત્રી જ્હાન્વી બેન વ્યાસ, ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, નડિયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઇ જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશ ભાઈ હુડા તેમજ કાઉન્સિલરો તથા પ્રજાજનો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાલેજ સહિત પંથક નાં ગામો માં ઇદે મિલાદ ની સોહાર્દ પૂર્ણ વાતાવરણ માં ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઉધના વિસ્તારમા ઘરફોડ ચોરી કરતા બાળ કિશોરો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. નો આઇ.પી.એલ. પર સટ્ટો રમાડતાં નબીપુરનાં મકાન  પર છાપો – ૨ ફરાર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!