Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ કપડવંજ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૨ ના મોત.

Share

કઠલાલ-કપડવંજ રોડ પર ટ્રકના ચાલકે બે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક યુવકનુ બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન અને ત્રીજો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કપડવંજના ફતિયાવાજમાં રહેતા વનરાજસિંહ પરમારના ભાઈ દશરથસિંહ બાઇક લઇ કપડવંજ મારૂતિ ઓર્થોપેડીક હોસ્પિટલમાં નોકરી પર જવા નીકળ્યા હતા. તે સમયે કઠલાલ-કપડવંજ રોડ પર આવેલ નર્મદા કેનાલની આગળ આવેલ મહંમદપુરા ગામની સીમમાં પસાર થતા એક ટ્રકના ચાલકે બાઇક પર સવાર દશરથસિંહ અને બીજા બાઇક પર સવાર વિમલ અને પ્રેમકુમારને અડફેટે મારી હતી. આ અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા દશરથસિંહનુ સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિમલભાઇ ભૂલાભાઈ સોલંકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે પ્રેમકુમાર શીવાભાઈ પરમાર સારવાર હેઠળ છે. વનરાજસિંહ સુરેશસિંહ પરમારની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આમોદ તાલુકાના રેવા સુગર ગ્રાઉન્ડ, ભીમપુરા ખાતે ૭૭માં ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી જીએમડીસી ફાટકથી પડવાનીયા તરફનો બિસ્માર માર્ગ દુરસ્ત કરવા માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!