Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : આખડોલ પાસે કેનાલમાંથી બાળકી મળી આવી.

Share

નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં આવેલી પાણી વગરની કેનાલમા રવિવારના રોજ બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અહીંયાથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલ એક દંપતીને આ અવાજ સંભળાતા એક સ્થાનિક ગોવાળીયા સાથે આ દંપતિએ પાણી વગરની કેનાલમાં ઉતરી તપાસ હાથધરી હતી. દરમિયાન માટીના ટેકરા પર એક નાની બાળકી ઉંધી સુવડાવેલી હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની તબિયત સારી આ દંપતિ અને ગોવાળિયાએ આખડોલ ગામના સરપંચને જાણ કરી હતી. આથી મહિલા સરપંચના પતિ બુધાભાઇ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. સમગ્ર મામલા સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો આ મામલે પોલીસે બુધાભાઇ ની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમા આ બાળકી એક માસની હોવાનું બહાર આવ્યું છે. હાલ બાળકીની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

*વિશ્વ પૃથ્વી દિવસ ના થોડા ક જ કલાકો પેહલા ભરૂચ જિલ્લા માં ભૂકંપ નો આંચકો પ્રજા ને ચેતવણી સમાન* *પર્યાવરણ સાથે ચેડાં કરવા ચિંતાજનક*

ProudOfGujarat

YRF અને મોહિત સૂરીની ‘સૈયારા’ મર્યાદિત દિવસમાં વિદેશમાં 2025 ની સૌથી મોટી હિન્દી ફિલ્મ બની ગઈ!

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પરથી સર્કિટ હાઉસ નજીકથી 1.32 લાખના દારૂ સાથે 2 લોકો ને પોલીસે ઝડપાયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!