Proud of Gujarat
FeaturedGujaratINDIA

*વિશ્વ પૃથ્વી દિવસ ના થોડા ક જ કલાકો પેહલા ભરૂચ જિલ્લા માં ભૂકંપ નો આંચકો પ્રજા ને ચેતવણી સમાન* *પર્યાવરણ સાથે ચેડાં કરવા ચિંતાજનક*

Share

તારીખ. 22.04.2018

અંકલેશ્વર

Advertisement

તા.૨૨ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આ વર્ષે ૨૨ એપ્રિલને રવિવાર ના થોડાક જ કલાક પહેલા ભરૂચ જિલ્લા માં આવેલ ભુકમ્પ ના આંચકા આપણાં સોં ના માટે ખાસ તો ભરૂચ જિલ્લા માટે ચેતવણી સમાન છે.
સમગ્ર બ્રાંડના આ અનોખા ગ્રહ ‘પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે. બાકી ગ્લોબલ વોર્મિંગ ના પરિણામે ઋતુ ચક્રમાં અનિયમિતતા, વાવાઝોડું, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે વિશ્વ માં અને ખાસ તો આપના ભરૂચ જિલ્લા ના વિસ્તારમાં પ્રદૂષણમાં બેફામ વધારો, કમ્પનીઓ માં થી છોડવામાં આવતું વિનાશકારી ગેસ, જાહેરમાં પ્રદુષિત પાણી ના થતા નિકાલ થી ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થયું છે. આપણા આસપાસ ના પાણી ના બોર લાલ.પીળા અને વિવિધ કલર નું પાણી નિકરે છે. નર્મદા નદી ના સુકાઈ જવાથી ખારા પાણી નો પ્રવેશ થયો. આડેધડ કપાઈ રહેલા જંગલ, સરદાર સરોવરડેમ બનાવવાથી પૃથ્વી ના સંતુલન મા અસમાનતા આવવું. નર્મદા નદી નું સુકાઈ જવું આ બધી જ માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે. 2018 માં પૃથ્વી દિનની ઉજવણી વિશ્વના જાગૃત માનવીઓ હરિયાળી સર્જવાના શપથ લઇ તેમજ આ દિવસથી પર્યાવરણને શુદ્ધ રાખવાના આશય સાથે ઉજવીયે તો જ ઉજવણી યથાર્થ ગણાશે.

તા.૨૨ એપ્રિલને રવિવાર ના દિવસે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી થવાની છે ત્યારે આ જ રીતે જંગલો કપાશે, ઝેરી વાયુ ઉંચે ચડશે તો આગામી સદી સુધીમાં પૃથ્વી વિનાશ ભણી અગ્રેસર થશે જેનું મુખ્ય કારણ માનવ જન હશે.
વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી વેળાએ જો પ્રત્યેક પૃથ્વીવાસી ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરીશ અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહીં તેવા શપથ ગ્રહણ કરવા જોઈએકાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જા‍ઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું.


Share

Related posts

નડિયાદમાં વૃદ્ધને બે શખ્સોએ પોલીસની ઓળખ આપી દાગીના ઉતારી તફડાવી લીધા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ, સભામાં મહત્વના મુદ્દે એજન્ડા ઉપર ચર્ચા

ProudOfGujarat

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ પંચમહાલ વિભાગ દ્વારા સારસ્વત સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!