Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ગૂગલ પે ના નામે ગઠીયાએ એક લાખનો ચૂનો લગાવ્યો.

Share

નડિયાદ શહેરમાં ૫૮ વર્ષિય અરવિંદભાઈ જીવનલાલ વાળંદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઈ મંદિર નજીક ખોડલ હેર આર્ટ નામની દુકાન ચલાવે છે.
ગત ૪ નવેમ્બરના રોજ તેમની દુકાને અજાણ્યો વ્યક્તિ આવેલ હતો અને તેણે આ અરવિંદભાઈને કહ્યુ કે તમે ગુગલ પે વાપરો છો? અને તમે ગુગલ પે બિઝનેસ UPI સ્કેનરનું બોર્ડ મૂકશો તો ગ્રાહક સીધા તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. તેવી વાત કરતા અરવિંદભાઈ પાસેથી તેમનો આધારકાર્ડ તથા પાનકાર્ડ તથા બેંકની પાસબુક જોવા માટે લીધેલ હતી ત્યારબાદ મોબાઈલ ફોન લીધો હતો અને ગુગલ પે કામ કરતું નથી તેમ કહી હું એક બે દિવસ પછી આવીશ તેમ અજાણ્યા વ્યક્તિએ કહ્યું હતું.પોતાનુ નામ જુનેદેભાઈ જણાવી પોતાનો નંબર આપી ત્યાંથી જતો રહ્યો આ પછી ગત 9 મી નવેમ્બરના રોજ બપોરના સુમારે આ અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને જણાવ્યું કે તમારા પાનકાર્ડ તથા આધારકાર્ડમાં અલગ અલગ અટક છે. જેથી પાનકાર્ડમાં અટક સુધરાવી પડશે તેની ફી કિંમત રૂપિયા ૧૫૦ છે તેમ કહી અરવિંદભાઈ પાસેથી રૂપિયા લીધા હતા. તેમજ અરવિંદભાઈનો મોબાઇલ ફોન લીધો હતો. જોકે અરવિંદભાઈને ઘરાકી હોવાથી તેમણે પોતાના મોબાઈલ તરફ ધ્યાન આપ્યું નહોતું. અને આ અજાણ્યા વ્યક્તિએ અરવિંદભાઈનો મોબાઇલ ફોન ખાસીવાર સુધી તેના પાસે રાખેલો હતો. અને ગુગલ પે નો પાસવર્ડ નાખેલ હતો. આ ગુગલ પે બિઝનેસ યુપીઆઈ સ્કેનરનું બોર્ડ એક્ટિવ કરતો હતો પરંતુ કોઈ એક્ટિવ થયેલ નથી. તેમ કહી પોતાનુ નામ જુનેદેભાઈ જણાવી પોતાનો નંબર આપી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર બાદ ગુગલ પે સ્કેનરનુ બોર્ડ આપ્યું હતું. તેમની દુકાનના ફોટા પાડી મોબાઈલ ફોન લઈશ સ્કેનરનું બોર્ડ એક્ટિવ કરું છું તેમ કહી મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ પછી એકાએક આ વ્યક્તિ અહીંયા દુકાન આવતો બંધ થઈ ગયો હતો. ગત ૧૯ મી નવેમ્બરના રોજ સમગ્ર બાબતે અરવિંદભાઈએ પોતાના દીકરા તરુણને વાત કરી હતી અને જણાવ્યું કે આ વ્યક્તિએ ગુગલ પે બિઝનેસ યુપીઆઈ સ્કેનરનું બોર્ડ આપી ગયા પણ હજી તે ચાલુ થયેલ નથી. તરુણે તપાસ કરતા પોતાના પિતાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ગુગલ પે મારફતે અલગ અલગ દિવસો દરમિયાન કુલ ૨૧ જેટલા ટ્રાન્જેકશનો જોવા મળ્યા હતા. ૯ મી નવેમ્બરથી ૧૪ નવેમ્બર દરમિયાન ૧ લાખ ૯૯૪ રૂપિયા આ વ્યક્તિએ ઉપાડી દીધા હતા. આમ ગુગલ-પે બિઝનેસ UPI સ્કેનરનુ બોર્ડ એક્ટીવ કરવાનું કહી વિશ્વમાં લઈ છેતરપિંડી આચરી હોવાની જાણ થતાં સમગ્ર મામલે આજે અરવિંદભાઈ પારેખે નડિયાદ પશ્ચિમ પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓ ને પ્રચાર માટે લાગ્યા પ્રવેશબંધી ના બેનર, કહ્યું ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ આપો

ProudOfGujarat

વડોદરા ખાતે નેશનલ મેડિકલ કાઉન્સિલ અમલી બનાવવા 2500 જેટલા તબીબોની હડતાળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!