Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અક્સ્માતમાં એકનું મોત

Share

ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે મહેમદાવાદ પાસેથી પસાર થતાં આ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહેમદાવાદ તાલુકાના માકવા ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગઇકાલે વહેલી સવારના રોજ અમદાવાદ તરફ જઈ રહેલ પાઈપ ભરેલ ટ્રેલર પાછળ પુરપાટે આવેલ ગાડી જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલર અને ગાડીને નુકસાન થયું હતું. જ્યારે ગાડીના ચાલકને ઈજઓ પહોંચી હતી અને આ ગાડીના બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેનું કરુણ મોત નિપજ્યું છે. આ બનાવ
મામલે ટ્રેલરના ચાલક હરદેવસિંહ લખવન્દરસિહ શેખે ઉપરોક્ત ગાડી ચાલક સામે મહેમદાવાદ પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

શહેરાનગરમા કેરીરસની ધમધમતી હાટડીઓ પર આરોગ્ય વિભાગ ક્યારે તપાસ હાથ ધરશે?

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ AIMIM ની ભરૂચમાં મીટિંગ યોજાઇ, આગામી ચૂંટણીઓ લડશે પાર્ટી, ગુજરાતમાં ઓવૈસીનું આગમન ભરૂચથી થશે..!!! જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશોનું બિલ્ડર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!