Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

નડિયાદના નાગરવાડા ઢાળ પાસેના એક ફ્લેટમાં મોબાઈલનું ટાવર નાંખવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેકટર કચેરીએ જઈ અહીં ટાવર નાંખવાનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું છે.

નડિયાદના નાગરવાડા પાસેના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઈલનું ટાવર નાંખવાનું નક્કી કરાતા આ વિસ્તારના રહેવાસીઓ ખેડા જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે અહીં ટાવર ન નાંખવામાં આવે આ કામગીરીને રોકવા માટેના પ્રયત્ન આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ કર્યા હતા અને ટાવરની કંપનીના લોકોને અને કારીગરોને માલસામાનને લઈ જતા રોકવામાં આવ્યા હતા. મોબાઇલના ટાવરનું કામ હાલના સંજોગોમાં રહેવાસીઓએ અટકાવ્યું છે અને નગરવાડા વિસ્તારમાં આ ટાવર નાંખવામાં ન આવે તેવી માંગ જિલ્લા કલેકટર સમક્ષ ફ્લેટના રહીશોએ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલા ની યાદ માં કલાત્મક તાજીયા નું જુલુશ કઢાવમાં આવ્યું હતું..તેમજ સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

ભરૂચ: ઔદ્યોગિક એકમોને કારણે થઈ રહેલા ખેતીને નુકશાન અર્થે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને લેખિત રજૂઆત કરી.

ProudOfGujarat

વડોદરામાં ભર બપોરે કારનો કાચ તોડી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!