Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બે ના મૃત્યુ

Share

કપડવંજ પાસે  આંત્રોલી ગામ નજીક જાનૈયાની કાર અને શ્રમજીવીઓ બેઠેલા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે શ્રમજીવીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ શ્રમજીવી ઘાયલ થયા છે. આતરસુંબા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજના લખાભગતના મુવાડામાં રહેતાં વિનોદભાઈ મોહનભાઈ સોલંકી ગુરૂવારના રોજ સાંજના સમયે કપડવંજ તાલુકાના ચરેડ ગામેથી  પીકઅપ ડાલામાં ૧૨ જેટલા શ્રમિકોને બેસાડીને મિર્ઝાપુર ગામે જવા નીકળ્યાં હતાં. મોડી સાંજે પીકઅપ ડાલા કપડવંજના આંત્રોલી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પરના નાળા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવતી જાનૈયાની કારના ચાલકે એકદમ ડાલાની ખાલી સાઈડના પાછળના ટાયરના ભાગે ધડાકાભેર અથડાવ્યુ હતું. અને પીકઅપ ડાલા રોડ પર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર ૧૦ શ્રમિકો તેમજ ચાલક વિનોદભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે બે શ્રમિકો વિનોદભાઈ અને જયંતિભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટુકી સારવાર દરમિયાન વિનોદભાઈ અને જયંતિભાઈનું મોત નિપજ્યું હતું. આ મામલે પીકઅપ ડાલાના ચાલક વિનોદભાઈ સોલંકીની ફરીયાદને આધારે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભવ્ય બંગલો ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટીમાંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!