Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડયો

Share

એલસીબી કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે પીઠાઇ બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ ગોપાલ ઉર્ફે કારીયો
અભેસિંહ પરમાર રહે. સોનપુરા, ટોલગેટની બાજુમા, ભાથીજી મંદિર પાસે,તાબે સરાલી, તા. કઠલાલ જી. ખેડાને એક નંબર વગરની હોન્ડા કંપનીની લીવો મોટર સાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલના જરૂરી દસ્તાવેજો માંગતા સંતોષકારક જવાબ નહિ આપતા મોટર સાયલક કિંમત રૂ.૩૦ હજાર  કબજે કરી ઇસમને મોટરસાયકલ બાબતે ઇસમને પુછપરછ કરતા આ મોટરસાયકલ આજથી આશરે પાંચેક દિવસ પહેલા અમદાવાદ સીંગરવા બિલેશ્વર એસ્ટેટ પાસેથી ચોરી કરેલાની હકિકત જણાવતા આ બાબતે ખરાઇ કરતા વાહન બાબતે અમદાવાદ શહેર ઓઢવ પોલીસ સ્ટેશનમાં  વાહનચોરીનો ગુનો રજીસ્ટર થયેલ છે. જે વણશોધાયેલ વાહનચોરીનો ગુનો શોધી કાઢવામાં એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

Advertisement

Share

Related posts

નાયક’ ફિલ્મને 24 વર્ષ પૂર્ણ થયા: અનિલ કપૂરે તેમની સૌથી પ્રભાવશાળી ભૂમિકા યાદ કરી

ProudOfGujarat

ભરૂચના નબીપુર પાસે રેતી ભરેલ હાઇવા ટ્રકના ચાલકો સામે પોલીસની લાલ આંખ, વાહનો ડિટેન કરી ભણાવ્યા કાયદાના પાઠ

ProudOfGujarat

કેવડિયા ખાતે યોજાયેલ સ્પીકર કોન્ફરન્સ દરમિયાન ઉમદા કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા પી.એસ.આઈ કે.કે પાઠકનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!