Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જય મહારાજ સોસાયટીના રહેણાંક મકાનમાં લાગી આગ.

Share

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે જય મહારાજ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોનીના મકાનમાં સવારે મકાનના ઉપલા માળે અચાનક જ આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે મકાનમાલિક સહિતના સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી મકાનના ઉપલા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં કયા કારણોસર આગ લાગી હોય તે રહસ્ય અકબંધ રહ્યું છે. ઘરના ઉપરના માળમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ઊભારિયા ગામે એસ.ટી. બસની બ્રેક ડાઉન થતાં મુસાફર અટવાયા.. જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના સ્થાનિક લોકોની રેતીની ટ્રકોની અવરજવર અટકાવવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!