Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસે હાઈવે પર રાત્રે  કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદ ડભાણ રોડ પર પસાર થતાં હાઈવે પર ગઇ કાલે રાત્રે ચાલુ કન્ટેનરમાં આગ લાગતાં  હાઈવે પર થોડા સમય માટે ભારે અફડાતફડી મચી ગઇ હતી ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને થતાં ફાયર બ્રિગેડના કર્મીઓએ બનાવ સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો.

નડિયાદ તાલુકાના ડભાણ પાસે  નેશનલ હાઇવે નંબર ૪૮ પર  બુધવારની રાત્રે એક કન્ટેનર  વડોદરા તરફથી અમદાવાદ જઈ રહ્યું હતું.  તે દરમિયાન  કન્ટેનરની કેબીનમા આગ લાગતાં  ચાલકે વાહનને રોડની સાઈડમાં પાર્ક કરી ઉતરી જતાં આબાદ બચાવ થઈ ગયો હતો. કન્ટેનરમા આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું  હતું જેના પગલે અફડાતફડી મચી ગઇ હતી. આ આગમા કન્ટેનરનું કેબિન બળીને ખાખ થઇ ગયું હતું. આગની જાણ નડિયાદ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

Advertisement

Share

Related posts

આજથી ODI વર્લ્ડ કપનો પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામ ખાતેથી દેશી દારૂ બનાવવાનો વોશ શોધી કાઢતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

ભાજપ “હાય હાય” નાં નારા સાથે ભરૂચમાં બીજા દિવસે પેપર લીક મુદ્દે આપ નાં કાર્યકરોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!