Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું

Share

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી કોલેજયેટ વુમન્સ ડેવલપમેન્ટ સેલ એટલે કે CWDC અંતર્ગત તારીખ ૩૦ જૂન ૨૦૨૩ ના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું. આ મહેંદી સ્પર્ધામાં કોલેજના ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની બહેનો સાથે આજના આધુનિક જમાનામાં કાર્યકુશળતામાં માહિર વિદ્યાર્થી ભાઈઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખૂબ જ સ્વચ્છતા પૂર્વક, જીણવટ પૂર્વક અને સુંદરતાથી વિદ્યાર્થીઓએ અરેબિક મહેંદી, બ્રાઈડલ મહેંદી, રાજસ્થાની મહેંદી વગેરે જેવી મહેંદી મૂકીને સ્પર્ધામાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સ્પર્ધાના અંતે CWDC ના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ અને સહ કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી વિજેતાના નામ ઘોષિત કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ મહેંદી મુકનાર મલેક સુફિયા (sem-૫), પ્રજાપતિ પ્રેરણા( sem-૩), વાઘેલા હિમાંશી (sem-૩) તેમજ વિદ્યાર્થી ભાઈ પટેલ સંદીપકુમાર (sem-૩) ને વિજેતા જાહેર કર્યા હતા. આચાર્યએ પણ વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો , ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે આતંકીઓને આજીવન કેદની સજા

ProudOfGujarat

ભરૂચના ઝંઘાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ચોથો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!