Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના સોખડા નજીક કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો.

Share

ખેડાના સોખડા નજીક કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ચારેય યુવાનો નડિયાદમાં ડીટેન થયેલી બાઈક છોડાવવા માટે આવ્યા હતા.

ખેડાનાં સોખડા પાસે ઉભેલી કન્ટેનર પાછળ બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર યુવકો જીતેશ રમેશભાઈ નોગીયા, ઉ.વ.23, રહે. અમરાઈવાડી, 54 શિવાનંદનગર, અમદાવાદ, હરીશ દિનેશભાઈ રાણા ઉં.વ. 19, રહે.CTM, સિંધવાઇ માતાનું ભરવાડ વાસ, અમદાવાદ, નરેશ વિજયભાઈ વણઝારા ઉ.વ.22,રહે. અમરાઈવાડી 32 /587 શિવાનંદનગર સત્યમનગર, અમદાવાદ, સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ ઉં.વ. 17,રહે. અમરાઈવાડી, પંડિતજીની ચાલી ભીલવાડા અમદાવાદ જેઓ ટૂંક સમય પહેલાં તેઓની બાઈક નડિયાદ ખાતે ડિટેઇન કરવામાં આવેલી હોય જે બાઇકને છોડાવવાની કામગીરી અંતર્ગત નડિયાદ આવ્યા હોય ત્યારબાદ ચારેય મિત્રો એક જ બાઇક પર સવાર થઈ અમદાવાદ જઈ રહ્યા હોય તે સમયે સોખડા પાસે ઉભેલ બંધ કન્ટેનરમાં બાઈક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચારેય મિત્રોનું મૃત્યુ થયું હોય આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે માતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોના પરિવારજનોનો સંપર્ક કરતા ચારે યુવકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચાર મિત્રો મોતના મુખમાં ધકેલાતા ચારેયના પરિવારોમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે. આ તમામના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવતા રોકકડથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. આ ચાર યુવકોના મૃતદેહને પોલીસે હાલ સરકારી હોસ્પિટલમાં પીએમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે આ કેસમાં વધુ તપાસ માતર પોલીસ ચલાવી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

ડાકોર સર્કિટ હાઉસ ખાતે ફાગણી પૂનમના મેળા અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!